સરકારે કોરોના જેવી મહામારી વચ્ચે કચ્છમાં રણોત્સવ યોજવાની આપી મંજૂરી

સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ કોરોના મહામારી વચ્ચે સરકાર કચ્છમાં 3 માસ ચાલતા રણોત્સવને યોજવાની મંજુરી આપી દિધી હોય તેમ સંભવત 12 નવેમ્બરથી ઉત્સવના પ્રારંભ થનાર છે. આ માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ટુંકસમયમાં વિધિવત જાહેરાત ઉપરાંત બુકીંગ શરૂ કરવામાં આવશે . સરકારે કોરોના જેવી ભયાનક અને જીવલેણ મહામારી વચ્ચે રણોત્સવની મંજૂરી આપતાં આશ્ચર્ય થઈ રહ્યું છે કે જે મહામારી સામે પૂરું વિશ્વ લડી રહ્યું છે અને જે માટે આટલો સમય લોકડાઉન કરી ધંધા રોજગાર બંધ રાખવામા આવ્યું હતું ત્યાં આ નિર્ણય રોગચાળાના બહાને મહિનાઓ સુધી અનેક ક્ષેત્રને લૉક રખાયા પરંતુ કરોડો રૂપિયા કમાવી દેનારા રણોત્સવને કોરોના નહીં નડે? તેવા સવાલો ઊભા કરે છે.
ત્યારે લોકોના ચિંતાના બહાને મહિનાઓ સુધી અનેકક્ષેત્રના ધંધા ફરજિયાત બંધ રાખવાના આદેશ કરનારા નેતાઓ સામે અનેક અણીયારા સવાલ ઉભા થયા છે. આજની તારીખે હજુ સુધી થિયેટર સહિતના અનેક ક્ષેત્રોને લીલીઝંડી અપાઈ નથી. પરંતુ એક ખાનગી કંપની ફાયદો કરાવવા સરકાર ઘુંટણીયે પડી ગઈ હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે.લોકડાઉનના નામે મહિનાઓ સુધી દુકાનો ચાલુ કરવા તથા બાદમાં જાત-જાતના સમયની પાંબધી મુક્યા બાદ ધંધાઓ ચાલુ થઈ શક્યા છે. હજુપણ િથયેટર, જાહેર કાર્યક્રમો કે ઉત્સવો ઉજવવા પર પાંબધી છે. લોકો એકત્ર થાય તેવી બાબતો પર રોક છે. ત્યારે બેવડા વલણ અપનાવીને રાજ્ય સરકારે ખાનગી પાર્ટીને ફાયદો કરાવવા રણોત્સવને મંજુરી આપી દિધી છે.
રણોત્સવથી સરકારને નામ માત્રની આવક થાય છે પરંતુ આયોજન કરતી કંપની લખલુંટ નાણા કમાય છે તે વરવી વાસ્તિવકતા છે. કોરોના મહામારીમાં લોકોએ બંધ મંદીરોથી લઈને લગ્નો, ઉત્સવો વગેરે ન યોજવા જેવી બાબતોનો સામનો કર્યો છે અને હજુપણ કરી રહ્યા છે. ત્યારે ખાનગી કંપનીને કઈ રીતે પ્રવાસન ઉત્સવના નામે મંજુરી આપી શકાય? તે સવાલ ઉભો થયો છે.રણોત્સવ શરૂ થતાં જ પ્રવાસીઓ ઉમટી પડશે ત્યારે શું અહીં કોરોના મહામારી કોઈને નહીં લાગે, શું કોરોના રણોત્સવનો ભાઈ કે સંબધી થાય છે ? તેવા સવાલ ઉભા થયા છે. હાલે તો સફેદરણમાં ભરપુર પાણી ભરાયા છે. ત્યારે નવેમ્બરની જે સંભવત 12 તારીખ જાહેર કરાઈ છે ત્યાં સુધી પાણી સુકાશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે.અગાઉ ગત વર્ષે જ આવો ફીયાસ્કો થઈ ચુક્યો છે, પાણી સુકાયા પહેલા જ રણોત્સવ ચાલુ કરીને પ્રવાસીઓ સાથે છેતરપીડીં કરાઈ હતી. જેના કારણે પ્રવાસીઓ નિરાશ થઈને પાછા ફર્યા હતા. જો લોકોને સફેદરણ જ જોવા ન મળે તો રણોત્સવ યોજવાનો શું મતલબ? માત્ર ને માત્ર નેતાઓને ફાયદો કરાવતી કંપનીને કરોડો કમાવવાનો મોકો આપવા રણોત્સવ યોજવાની મંજુરી સરકારે આપી દિધી હોય તેવો તાલ સર્જાયો છે.