કચ્છમાં કોરોનાના નવા ૨૨ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ૧૨૩૭ પહોંચ્યો

કચ્છમાં કોરોના વાયરસની જાળમાં વધુ 22 લોકો સપડાયાં છે. ભુજ શહેર હોટ સ્પોટમાં ફેરવાઈ ગયું હોય તેમ સામટાં 15 કેસ નોંધાયાં છે. પાછલાં એક જ સપ્તાહમાં ભુજમાં કોરોનાના 60 પોઝીટીવ કેસ નોંધાયાં છે.કચ્છના પાટનગર ભુજમાં ગત રોજ ૧૧ કેસો નોંધાયા બાદ શહેરમાં ૧૫ કેસો નોંધાયા હતા. કચ્છમાં કુલ નવા કેસો ૨૨ નોંધાયા હતા. નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અંજાર શહેરમાં ૧, ભુજ શહેરમાં ૧૫, ગાંધીધામ શહેરમાં ૫, માંડવી શહેરમાં ૧ કેસ નોંધાયો હતો. કુલ ૨૧ દર્દીઓ સ્વસૃથ થતા રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ પોઝીટીવ કેસોનો આંક ૨૬૩ જયારે અત્યાર સુધી રજા અપાયેલ દર્દીઓ ૯૦૯ અને કુલ પોઝીટીવ કેસોનો આંક ૧૨૩૭ થયો છે. ભુજમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો ઘટવાને બદલે વાધી રહ્યા હોય તેમ હવે આંકડો વાધતા લોકોએ જાગૃતી રાખવી પડશે.