ગેરરીતી સબબ અબડાસા, ભુજ તથા માંડવી તાલુકાની વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારોને કરવામાં આવેલ દંડ

અત્રેના જિલ્લાના અબડાસા, ભુજ તથા માંડવી તાલુકામાં વ્યાજબી ભાવની દુકાન ધરાવતા નીચે મુજબના દુકાનદારોને તપાસણી સમયે જણાઈ આવેલ જથ્થામાં વધઘટ તથા અન્ય ગેરરીતી સબબ દંડ કરવામાં આવ્યું.

૧.જાડેજા પરાક્રમસિંહ દિલજીતસિંહ, રવા તા.અબડાસા – ૭૯, ૫૦૦/- નો દંડ

૨.સુરતાબેન એમ.નિનામા, ભુજ-૩૨ (શહેર), તા. ભુજ- ૩૧,૪૧૫/- નો દંડ

૩. મહેશ્વરી કૈલાસ પેરાજ, મોટા લાયજ઼ા, તા. માંડવી-૯૩,૩૦૦/- નો દંડ

આમ, ઉકત વિગતે કુલ રૂા.૨,૦૪,૨૧૫/- અંકે રૂપિયા બે લાખ ચાર હજાર બસો પંદર પુરાનો દંડ કરવામાં આવ્યુ.