આદિપુરમાં જાહેરમાં જુગાર રમતી 8 મહિલાઓની અટક

આદિપુરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી 8 મહિલાઓ 17,350ની રોકડ સાથે અટક કરવામાં આવી હતી . આ અંગે આદિપુર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આદિપુરમાં આવેલા નીરવ એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતી પ્રિયાબેન ઉમેશ કોડવાણી, નીમાબેન હીરાલાલ ચેલાણી, દ્રૌપદીબેન રમેશભાઈ રામચંદાની, મનીષાબેન હરીશભાઈ ખારવા, સુનિતાબેન ઉર્ફે મનીષાબેન હરીશ મોતીયાણી, કોમલબેન વસંતભાઈ જોશી, હંસાબેન શિવગણભાઈ પટેલ તથા હર્ષાબેન રમેશભાઈ વાકવાણીને પોલીસે રૂ. 17,350ની રોકડ સાથે ઝડપી લીધો હતો.