Skip to content
સરહદી રેન્જની રેપીડ રીસપોન્સ સેલની ટીમે રાધનપુર પાસે બેઝઓઇલના પંપ પર દરોડો પાડી વગર પરમીટ-મંજુરીએ વહેંચતાં ડીઝલનો 30 હજાર લીટરનો 16.50 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો. સેમ્પલ લઇ જિલ્લા પુરવઠા અધિકારીને બોલાવી જથ્થો સીઝ કરવા કાર્યવાહી આદરી હતી. આર. આર. સેલની ટીમ પેટ્રોલીંગ દરમિયાન રાધનપુર પાસે રાકેશભાઇ વેલાભાઇ ચૌધરી પોતાના પંપ પર બેઈજ ઓઇલનું વગર પરમીટે વેચાણ કરતા હોવાની માહિતીને આધારે દરોડો પાડતા એક ડિસ્પેન્સરી યુનીટ બે નોઝલવાળુ, લોખંડનો 35 હજાર લીટરનો ટાંકો જેમાં 30 હજાર લીટર બેઈઝ ઓઇલ (કિંમત 16,50,000)નો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારીને બોલાવી પેટ્રોલીયમ પદાર્થનો સેમ્પલ લેવડાવી જથ્થો સીઝ કરવા માટે મામલતદારને જાણ કરાઇ હતી.