બોટાદ ઉતાવળી નદીમાં પુર આવતાં તાબડતોબ પોલીસ કાફલા સાથે પહોંચી કામગીરી કરાવતાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ

બોટાદ શહેરમાં તા. 30/08/2020 ના રોજ સાંજથી ધોધમાર વરસાદ શરૂ ગયેલ હતો. જેથી બોટાદ શહેર મધ્યમાંથી પસાર થતી ઉતાવળી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની દહેશત હતી. જેથી સર્જાનાર વિકટ પરિસ્થિતિનો અગાઉથી અંદાજ આવી જતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ, જીલ્લાની એસ.ઓ.જી. શાખાનાં પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામી, બોટાદ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. શ્રી આર.બી.કરમટીયા, બી.ડી.ડી.એસ. પી.એસ.આઈ. શ્રી એ.જી. જાડેજા વિગેરે અધિકારીઓ તથા એલ.સી.બી., એસ.ઓ.જી., હેડ ક્વાર્ટર તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનાં મસ મોટાં કાફલા સાથે શહેરનાં અગત્યના અને જોખમી પોઈન્ટ એવાં તાજપર સર્કલ કે જ્યાં જાનહાની થવાની શક્યતા હતી ત્યાં અગાઉથીજ તાત્કાલીક ધસી ગયા હતાં.
ગઢડા રોડ, ભાવનગર રોડ, સાળંગપુર રોડ હીરાબજાર રોડ એમ તમામ દિશામાંથી ધીમે ધીમે પાણીની આવકમાં જોતાં જોતાંમાંજ વધારો થઈ જતાં તમામ દિશાઓમાં વિવિધ ટીમો બનાવી રસ્તાઓ બંધ કરાવી કોઈ જાતની જાનહાનિ થતાં અટકાવેલ. બીજી બાજું આ વિસ્તારમાં ફસાઈ ગયેલ લોકોને સુરક્ષિત સ્થળે બહાર લઈ આવેલ હતાં. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તાત્કાલીક રેસ્ક્યુ ટીમને બોલાવી સ્ટેન્ડ બાય રખાવેલ હતી.
આ સમગ્ર કામગીરી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સતત ચાલું વરસાદ અને પાણીનાં પ્રવાહ વચ્ચે કરવામાં આવેલ હતી.
બોટાદ જીલ્લા પોલીસ નાગરિકોને પાણીના પ્રવાહમાં ન જવાં અને સાવચેતી રાખવાં અપીલ કરે છે.
રિપોર્ટ. – લાલજીભાઈ સોલંકી