અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, મેમનગર ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શરૂઆત

copy image

આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શાખાની અમદાવાદના મેમનગર વિસ્તારમાં શરૂઆત થઈ છે.
લોકો હવે સ્કિન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે. વાળ અને સ્કિનની સંભાળ લેવા માટે તે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ 2004માં સ્થપાયેલી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની સેવા હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે. દેશભરમાં 100 થી વધુ સેન્ટર ધરાવતી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની ગુજરાતમાં સૌ પ્રથમ વાર સુરતમાં અને હવે શાખા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે.