Skip to content
શહેરના નાગોર રોડ પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 6 ટન રેતી ભરી જતી ટ્રકને રોકાવી પરમીશન કે રોયલ્ટી વગર ગેરકાયદે લઇ જવાતી રેતી પકડી પાડી અઢી લાખની ટ્રક કબજે કરી બી-ડિવીઝન પોલીસ મથકને સોંપી હતી. નાગોર રોડ પાસે પેટ્રોલિંગ વેળાએ રેતી ભરીને જતી શંકાસ્પદ ટ્રકને રોકાવી કાગળો અને પરમીશનની માંગણી કરી હતી. ડ્રાઇવર અબ્દુલસલામ અબ્દુલગફુર મમણ (રહે. નાના વરનોરા)વાળા પાસે રોયલ્ટી કે મંજુરી ન હોવાથી ચોરીની ખનીજ ભરેલી ટ્રક બી-ડિવીઝન પોલીસ મથકના હવાલે કરી દેવામાં આવી હતી. જીજે 18 યુ 6367 નંબરની ટ્રક કિંમત રૂપીયા 2.50 લાખ અને ખનીજ (રેતી) કિંમત 1440 મળી 2,51,440 રૂપીયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધાવી આગળની તપાસ માટે બી-ડિવિઝન પોલીસને સોંપાઇ હતી.