ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પરંતુ ગીર ગઢડા તાલુકાના તમામ ગામોમાં ભારે વરસાદથી નદિ નાળા બેકાઠે ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતો ની ચિંતામાં વધારો થયો. ગીર પંથકમાં ભારે વરસાદ ને કારણે સાહિ નદીમાં ધોડાપુર આવતા નગડીયા, અંબાડા, વાજડી ના બેઠા પુલ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણા બન્યા છે. વહેલી સવારથી જ મેધ તાંડવ થતાં રાવલ નદી પણ ગાંડીતુર બનતાં ગીર ગઢડા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા