અબડાસા તાલુકાના મોથાળા ચોકડી પર રવિવારે રાત્રે ત્રિપાલ અકસ્માત સર્જાયો હતો . આ બનાવમાં બાઇક સાથે અથડાયા બાદ એક ટ્રક ચેક પોસ્ટમાં ઘુસી જતાં ટેબલ ,ખુર્શી ,તંબુ સહિતના ફર્નિચરને ભારે નુકશાન પહોંચાડ્યું હતું. મળતી માહિતી મુજબ મોથાળા ચોકડી પાસે રાત્રીના પોણા આઠ વાગ્યે બનાવ બન્યો હતો. પુરપાટ આવી રહેલી ટ્રક જી.જે.12 બી ડબ્લ્યુ 9496ના ચાલક કાદર ઇલીયાસ નોડે રહે ભુજવાળાએ પ્રથમ એક બાઇક સવારને અડફેટમાં લઇ અને ચેક પોસ્ટમાં ઘસી જઇને બેરેક તેમજ લોખંડની ટેબલ અને ખુર્શીને ઉઠાળી દઇ બાદમાં માઇલ સ્ટોન સાથે અથડાઇ ગઇ હતી. નલિયા પોલીસે અકસ્માત સર્જનારા ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.