ગુજરાત હાઈકોર્ટેને મળી બોમ્બની ધમકી : બોમ્બ સ્ક્વૉડની ટીમે સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું

copy image

લ્યો બોલો, ગુજરાત હાઈકોર્ટેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે, ગુજરાત હાઈકોર્ટેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. અગાઉ 9 જૂનના દિવસે પણ આવું બની ચૂક્યું છે કે જેમાં હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળેલ હતી. આજે એટલે કે, તા.24 જૂનના દિવસે ફરી એક વખત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી નાખવાની ધમકી મળી છે.એક મહિનામાં બીજી વખત આવી ધમકી મળતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ઉપરાંત બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમએ હાઈકોર્ટ સંકુલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે, પરંતુ હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ બરામત નથી થઈ.