કચ્છમાં બેઝ ઓઈલ અને ભેળસેળયુક્ત ઈંધણનું વેચાણ રોકવા રજુઆત

49317c4a-2c6d-4707-873f-f3911fd97ec5_670x400

કચ્છ જિલ્લામાં મોટાપાયે ચાલતા બેઝ ઓઈલ, વ્હાઈટ ડીઝલના ગેરકાયદેસર વેપારને બંધ કરવા સાથે બાયો ડીઝલના નામે હાનિકારક કેમિકલના વેચાણ પર રોક લગાવવા કચ્છ પેટ્રોલપંપ ડીલર્સ એસો.એ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. એસો.ના સભ્યોએ આપેલા આવેદનપત્રમાં જિલ્લામાં બાયોડીઝલના નામે બેઝ ઓઈલ વ્હાઈટ ડીઝલનું કોમર્શિયલ વાહનોમાં ગેરકાયદેસર રીતે મગાવેલા વ્હાઈટ ડીઝલનો જથ્થો જપ્ત કરીને પંપને સીલ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, બાયોડીઝલ પંપ સીલ થયા બાદ હવે કચ્છમાં ટ્રક, ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનોમાં હોમ ડિલિવરી ટાઈપ બિઝનેસ તરીકે વ્હાઈટ ડીઝલનું ગેરકાયદેસર વેચાણ શરૂ થઈ ગયું છે. વધુમાં જણાવાયું હતું કે, આના કારણે સુપ્રીમ કોર્ટના આદેશનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. લિટરદીઠ સરકારને નુકસાન થઈ રહ્યું છે. બાયોડીઝલના નામે અન્ય ભેળસેળયુક્ત કેમિકલ ટ્રકમાલિકને લિટરદીઠ 20થી 25 રૂપિયા જેટલું સસ્તું મળે છે. પરિણામે અર્થતંત્ર અને પર્યાવરણ તેમજ ઓઈલ કંપનીને નુકસાન થાય છે. આમ એકલા કચ્છમાં જ રોજના કરોડો રૂપિયાની કેસની આવક સરકારને ન મળવાથી સરકારને હાનિ થતાં આ બાબતે સંબંધિત વિભાગોને તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવે અને ગેરકાયદેસર વેચાણને કાયમ માટે બંધ કરવા માંગ કરી છે.