રોડ પરના કાદવ કીચડ થી અબડાસા તાલુકાનું મોકરશી વાંઢ અને નલિયા વચ્ચેનો રસ્તો બિસ્માર હાલતમાં

અબડાસા તાલુકા માં આવેલ ધોધમાર વરસાદ થી તાલુકાના મોકરશી વાંઢ ગામમાં વરસાદ પડવાથી મોકરશી વાંઢ થી નલિયા જતા રોડ પર કાદવ કીચડ થઈ ગયો હતો. ધોધમાર વરસાદ પડવાથી રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા. જેથી ગામ માંથી ખેડૂતો, માલધારી તેમજ દ્દુધ વાહનો અને અન્ય ઇમરજન્સી વાહનો ની અવર જવર પર રોક લાગી ગઈ હતી. જરૂરી વસ્તુઓ માટે મોકરશી વાંઢ ના લોકો નલિયા આવતા હોય છે, રસ્તા પરના કાદવ કીચડ થી નલિયા જવું મુશ્કેલ થઈ ગયો છે. વાહનો, ખેડૂતો અને માલધારીઓ ની અવર જવર પર રોક લાગવાથી ગ્રામજનો પરેશાની માં મુકાઈ ગયા છે. તેઓનું કહેવું છે કે કીચડ કાદવ તેમજ ધોવાઈ ગયેલા રસ્તાઓ થી અવર જવર બંધ થતાં દૂધ વાહનો અન્ય જગ્યાએ દૂધ પહોંચાડી શકતા નથી અને મોકરશી વાંઢ ગામમાં રસ્તાઓ ધોવાઈ જવાથી ઇમરજન્સી વાહનોનું પણ આવવું અશક્ય થઈ ગયો છે. ગ્રામજનો નું કહેવું છે કે તંત્ર દ્વારા કાદવ કીચડ નું તત્કાલિન ધોરણે નિકાલ કરી ધોવાઈ ગયેલ રસ્તાઓનું સમારકામ કરી આપવામાં આવે.