ભુજ તાલુકામાં ખાણ ખનીજ ધારકો દ્વારા થતી ગેરકાયદેસર ખાણ ખનીજ ચોરી તેમજ સરકારને અબજો ખોટ
તાજેતરમાં લખપત અબડાસા માંડવી સાહિતના વિસ્તારોમાં આવેલી ખનીજ ખાણો ઉપર જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ અવારનવાર તપાસ કરી ખાણ ખનીજ માલિકોંની ખાણોમાં કાયદેસર રીતે ખનન થાય છે કે નહીં તે ખાણ કોઈ સરકારી વિસ્તારોમાં તો નથી આવેલી ને ? તેમજ તે ખાણો માથી થતું ખનન ગેરકાયદેસર રીતે કે ઓવરલોડથી બહાર જતું નથી ને પછી ખાણનો જથ્થો બતાવેલ જગ્યાએ પહોચે છે કે નહીં તેમજ માણસોને મસીનરી ના રૂલ્સ પાડવામાં આવેછે કે નહીં તેની તપાસ થાય છે ? સહિતની કામગીરીઓ કરવામાં આવેછે
પણ આબાજુ ભુજ તાલુકામાં ખાણ ખનીજ ધરાવતા ખાણ માલિકો ઉપર ગણા સમય થી કોઈ તપાસ કરાઇ નથી તેમજ બધુ બરાબર તો ચાલતું નહીજ હોય તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે. જો જિલ્લા કે રાજ્ય કક્ષાએ એક ટિમ બનાવી ભુજ તાલુકામાં આવેલ ખનીજ ખાણોની તપાસ કરવામાં આવે તો ગેર કાયદેસર ઓવરલોડ ડમ્પરો બિન અધિકૃત જગ્યાએ ખનન અને પર્યાવરણ રક્ષિત વિસ્તારોમાં ખનન અભ્યારણ રક્ષિત વિસ્તારોમાં ખનન રહેણાંક વિસ્તારોમાં ખનન સહિતની ગેરકાયદેસર પરવૃતિઓ નજરે પડે.
તેમજ સરકારને જતી ખોટ પુરાય આ ચોરીઓ ગેરકાયદેસર રિતેજ થતી હસે જો ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો ખાણ ખનીજ માફિયાઓ તેમજ સ્થાનિક અધિકારીઓ સ્થાનિક કર્મચારીઓનું દૂધનું દૂધ અને પાણીનો પાણી થઈ જાય તેવું જાણકારો જણાવી રહ્યા છે.
તેમજ વહીવટ તંત્ર આ ખાણ ખનીજ ધારકો ઉપર તાપસ કરશે ? કે પછી આંખ આડા કાન કરશે