ભુજની સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજ ખાતે છેલ્લા ૩ વર્ષની જેમ આ વર્ષે પણ આયાન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું.૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા.
સંસ્કાર સ્કુલ મધ્યે આયના નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટી કોલેજમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સંસ્કાર સ્કુલના ચિંતનભાઈ મોરબિયા,કિરીટભાઇ કારીયાએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, છેલ્લા ૩ વર્ષથી આવા કાર્યક્રમો સમયાંતરે યોજાઇ છે. કચ્છ યુનિવર્સિટી કોલેજો એક સાથે મળીને આ કાર્યક્રમ યોજે છે. આયનાનો અર્થ સુરજના કિરણો એવો થાય છે યુવા વર્ગ દેશમાટે ઊર્જા સંજીવની ગણાય છે. યુવા વર્ગ ભારતીય લોકશાહીના સાચા સારથી છે. તેમજ તેમની બુદ્ધિપ્રતિભા ઉચ્ચવિચારો,કૌશલ્ય,મનોબળ,આત્મવિશ્વાસ,ધ્યેય પ્રત્યે સતત એમ જાગૃત રહી તેમની સાથે રહેશું અંહી ૧૬ સ્ટોલ અલગ-અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે.૩૫૦ વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.કચ્છ યુનિવર્સિટી ના શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે,આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં અંદર રહેલી પ્રતિમા કૌશલ્ય પુરુષાર્થ જાગૃત થાશે. તેમજ તેઓ પગભર માર્કેટમાં ઊભા રહી શકે,તેમજ અન્ય વધારે ગુણોની તેમનામાં સર્જનાભક્તા વધશે.તેમજ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.