રામપર અબડાના હતભાગીની કાર તળાવમાંથી બહાર લેવાઈ

ભુજ-માંડવી માર્ગ પર  અગાઉ અબડાના રહેવાસીના મોતના કિસ્સામાં હતભાગીની કાર પણ કબ્જે લેવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૧૮-૯ ના માવજી તલાવડી અબડાસા તાલુકાનાં રામપર અબડા ગામના સિધીક  પઢીયારનો મૃતદેહ મળી આવ્યો હતો.જે તે વખતે તેના વિશેરા લઈને ફોરેન્સીક માટે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં અપહરણ નો ગુનો દાખલ કરાયો હતો. મૃત્યુ ડૂબવાથી થયું હતું કે તેની હત્યા થઈ હતી તે જાણી શકાયુ ન હતુ.સ્થળ પર અગ્નિશમન દળની ટુકડી પણ આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસ.જે. રાણાના જણાવ્યા પ્રમાણે કાર સિધીકનું હોવાનું ખુલવા પામ્યુ છે. સમગ્ર કિસ્સામાં હતભાગીનું મોત કઈ રીતે થયું છે તે રિપોર્ટ આવ્યા બાદ ખુલવા પામશે.

Today ૦૭/૦૨/૨૦૧૮

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *