ગુજરાતમાં એક પિતાએ પબજી રમવાની ના પાડતા કિશોરે કરી આત્મહત્યા

ગુજરાતમાં એક પિતાએ પબજી રમવા પર પોતાના પુત્ર પર ગુસ્સો કરતાં 17 વર્ષના એક યુવકે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આણંદ જિલ્લાના સુરેલી ગામમાં રહેતા અને 11માં ધોરણમાં ભણતા છોકરાએ પબજી મામલે આત્મહત્યા કરી છે.ઉમરેઠ પોલીસ સ્ટેશનના એસઆઈ પી. કે. સોઢાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે મંગળવારે બપોરે છોકરાએ પોતાના ખેતરમાં જંતુનાશક દવા પી લીધી હતી.પી. કે. સોઢાએ કહ્યું, “છોકરાના પિતા શિક્ષક છે, તેઓ દીકરાને કલાકો સુધી મોબાઇલ પર પબજી રમવાને લઈને ખિજાયા હતા અને તેનો ફોન લઈ લીધો હતો.”તેમણે કહ્યું કે છોકરો એ વાતને લઈને પરેશાન હતો અને પોતાના ખેતરમાં જઈને જંતુનાશક દવા પી લીધી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે પરિવારજનોને છોકરાએ જંતુનાશક દવા પીધી છે તેની ત્યારે ખબર પડી જ્યારે તે ઘરે આવીને ઉલટી કરવા લાગ્યો.જે બાદ તેને તુરંત હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થઈ ગયું.
ખાસ સૂત્રો મારફતે