ચોરીના મોટરસાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ તથા બનેલ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના *પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો અનડીટેકટ ગુન્હાની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી સુરેશભાઇ વાસુરભાઇ વાળા ઉ.વ.૨૨ રહેવાસી-ત્રંબોડા ગામ, તા.બાબરા જી.અમરેલી વાળાને તેના ગામ નજીકથી ચોરી કરેલ હિરો સીડી ડીલકસ મો.સા. નંબર પ્લેટ વગરનુ ચેસીસ નંબર-MBLHAR231H9C06899 કિ.રૂ.૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને બાબરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર હેડકોન્સ. મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.
.
એજાદ શેખ રીપોર્ટર