પંજાબની મહિલા-બાળકોને ગોંધી રાખનાર શખ્સ લાકડિયાથી ઝડવામાં મળી સફળતા

kidneping

copy image

ગાંધીધામ, તા. 3

પંજાબના લુધિયાણામાંથી એક મહિલા અને તેના બાળકોને અહીંના લાકડિયા ગામમાં લઇ આવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. અમૃતસર પંજાબના સાંબા કરમાસિંઘ કેસરી નામના શખ્સે લુધિયાણાની 35 વર્ષીય મહિલા અને તેના બે બાળકોને ગેરકાયદેસર રીતે લઇ આવી અહીં લાકડિયામાં રહેતો હતો. લુધિયાણામાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ અને આ શખ્સ લાકડિયામાં હોવાનું બહાર આવ્યા પછી અહીંની પોલીસની મદદ માંગવામાં આવી હતી જેના આધારે સ્થાનિક પોલીસે આ શખ્સને પકડી પાડી પંજાબ પોલીસના હવાલે કરવા તજવીજ હાથ?ધરી હતી.

ખાસ સૂત્રો મારફતે