સામખીયાળીમાં દોરા ભરેલું કન્ટેનર ભડભડ સળગતાં દોડધામ- વાહનોની લાંબી કતારો વચ્ચે ભય


કચ્છના સામખિયાળીમાં ટોલપ્લાઝા પાસે કન્ટેનર સાથેની ટ્રકમાં આગના બનાવે દોડધામ સર્જી હતી. કન્ટેનરમાં દોરા ભરેલા હતા. ટોલપ્લાઝાના કર્મચારીઓ, ઉપરાંત ભચાઉ ફાયર ફાઈટરના સ્ટાફ અને વાહનચાલકોએ આગ બુઝાવી હતી. આગને પગલે હાઇવે ઉપર ભય ફેલાયો હતો સાથે સાથે વાહન વ્યવહાર જામ થઈ ગયો હતો. આગમાં દોરાનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગનું કારણ અને નુક્સાનીના અંદાજનો હજી તપાસ બાદ ખ્યાલ આવશે.સામખિયાળીમાં ટોલપ્લાઝા પાસે કન્ટેનર સાથેની ટ્રકમાં આગના બનાવે દોડધામ સર્જી હતી. કન્ટેનરમાં દોરા ભરેલા હતા. ટોલપ્લાઝાના કર્મચારીઓ, ઉપરાંત ભચાઉ ફાયર ફાઈટરના સ્ટાફ અને વાહનચાલકોએ આગ બુઝાવી હતી. આગને પગલે હાઇવે ઉપર ભય ફેલાયો હતો સાથે સાથે વાહન વ્યવહાર જામ થઈ ગયો હતો. આગમાં દોરાનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગનું કારણ અને નુક્સાનીના અંદાજનો હજી તપાસ બાદ ખ્યાલ આવશે.