રખડતા ઢોર, ઉભરાતી ગટર, ભ્રષ્ટાચારથી બનેલા નબળા રસ્તા, ગંદકી તથા મચ્છરોના ઉપદ્રવ છતાં જવાબદારો આરામ ફરમાવે છે

ભુજ પાલિકામાં ભ્રષ્ટાચાર તાથા કામ ન કરવાની દાનતના પરિણામે આખા શહેરની સ્થિતિ કફોડી બની છે. વહીવટ સુચારૃ કરીને ઉભરાતી ગટર, ખરાબ રસ્તા, રખડતા ઢોર પકડવા તાથા મચ્છરોના ઉપદ્રવને નાથવા મુદે રજુઆત છતાં શાસકો કે અિધકારી દાદ ન આપતા હોવાથી અંતે વિપક્ષી નેતાએ નગરપતિ, કારોબારી ચેરેમન તાથા ચીફ ઓફીસર સામે પોલીસમાં ફોજદારી ફરિયાદ આપી છે. તેમજ ગુનો દાખલ નહીં થાય તો કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી છે.વિપક્ષે તમામ શાસકોને અઠવાડીયા પહેલા નોટીસ આપીને યોગ્ય કામગીરી કરવા જણાવાયું હતું. પરંતુ જાડી ચામડીના પદાધિકારી ન સળવળતા આજે પાલિકાના વિપક્ષી સભ્યોએ પોલીસ સ્ટેશન જઈને ફરીયાદ નોંધાવવા કાર્યવાહી કરી હતી. વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો પોલીસ ફોજદારી રાહે ગુનો દાખલ નહીં કરે તો કોર્ટમાથી ઓર્ડર લઈને ફરીયાદ દાખલ કરાવવા પગલા લેવાશે. પ્રાદેશીક નિયામકે જણાવેલું છે કે, પાલિકા સામે પોલીસ સીધી ફરીયાદ નોંધી શકે છે ત્યારે પોલીસ શું કરે છે તે જોશું, નહીં તો કોર્ટનો માર્ગ છે. ફરીયાદ દાખલ કરવાની ફરજ કેમ પડી તે મુદે તેઓએ ઉમેર્યું હતું કે, રસ્તા બેસતા તાથા લડતા ઢોરને પકડવા કામ નાથી કરાતું, પાંજરાપોળ ઢોરને સ્વખર્ચે રાખવા તૈયાર છે છતાં કામ ન કરીને અનેક લોકોને મોતના મુખમાં ધકેલી દિધા છે. ખાયકી કરાતી હોવાથી શહેરના એકપણ રસ્તા સાજા નાથી રહ્યા, છતાં જોખમી ખાડા પુરવા કામચલાઉ કામગીરી પણ કરાઈ નાથી. મચ્છરોના પોરા ઠેર ઠેર થઈ ગયા છે, આમછતાં તેના ચેકીંગ કરવા કે નિકાલ માટે ચીફ ઓફીસર કામ કરાવતા નાથી. બેન્કર્સ કોલોનીમાં લોકોની ફરીયાદ તપાસ કરાતા અનેક પોરા મળી આવ્યા હતા. કચરા ઉપાડવા કે સાફ કરાતા નાથી. કોરોના મહામારી વચ્ચે લોકો અન્ય રોગમાં સપડાઈ રહ્યા છે. રસ્તાઓ મનફાવે તે કંપનીઓ ખોદી નાખે છે. બાદમાં રીપેર કરવા સુાધરાઈ કે જે તે કંપની કામ ન કરતા કરોડોના રસ્તા ખખડાધજ બની જાય છે. ભુજના દેશલસર તળાવની સફાઈ ન કરાતા હાલે જલકુંભી કાયમી વસવાટ થઈ ગયો છે. ૮ લાખના કોન્ટ્રાક્ટ આપ્યા છતાં કામપુર્ણ કરાયું નથી. હમીરસર તળાવમાં પણ જંગલી વનસ્પિત છે. આમ, શહેરજનોને અનેક સમસ્યા સતાવી રહી છે. ત્યારે આઈપીસીની કલમ ૧૬૬,૧૮૮,૨૬૮,૨૧૭ થી ૨૭૦ તળે લોકહિતને નુકશાન પહોંચાડવા, સંપતિ અને લોકોએ જીવ ગુમાવ્યા તે માટે તેઓ ગુનેગાર ઠરે છે. આાથી, પ્રમુખ લત્તાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા તાથા ચીફ ઓફીસર નીતીન બોડાત સામે ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદ માટે સરકારની પરવાનગી લેવાની જરૃરી નાથી તેવો સ્પષ્ટ જવાબ પ્રાદેશિક નિયામકે આપેલો છે. ઉપરાંત કલેકટરને પણ આ મુદે નોટીસ આપવામાં આવી છે. કારણ કે, અગાઉ આ મુદે અનેકવાર તેમને રજુઆત છતાં તેઓએ પાલિકા સામે કોઈ પગલા લીધા નાથી.
ખાસ સૂત્રો મારફતે