ભાવનગર શહેર કરચલીયા પરા, ટેકરી ચોક, જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રૂપિયા ૪૨,૪૫૦/- તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ. ૫૭,૯૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ગંગાજળીયા પોલીસ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર સાહેબનીસુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે ભાવનગર શહેર ગંગાજળીયા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ કરચલીયા પરા, ટેકરી ચોક રેખાબેન જગાભાઇ વાજાના મકાન સામેજાહેરમાં પૈસા-પાના વડે જુગાર રમતા ઇસમો
(૧) ગોપાલભાઇ ઉર્ફે રામ જીતુભાઇ ચૌહાણ ઉ.વ.૩૩
(૨) નિતીનભાઇ રમેશભાઇ ખારવા ઉ.વ.૨૬
(૩) બિપીનભાઇ કાનાભાઇ ચૌહાણ ઉ.વ.૩૦
(૪) આકાશ ઉર્ફે ગલ્લો શંકરભાઇ ઇસનપુરીયા ઉ.વ.૨૨
(૫) ભદ્રેશભાઇ ચંદુભાઇ જાદવ ઉ.વ.૨૫
(૬) અશ્વનીભાઇ અશોકભાઇ ખારવા ઉ.વ.૨૨
(૭) વિનોદભાઇ ઉર્ફે વીકકી નટુભાઇ ગોહેલ ઉ.વ.૨૯ રહેવાસી-તમામ ભાવનગર
વાળાઓને રોકડ રૂપિયા રૂ|.૪૨,૪૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ મળી કુલ કિ.રૂ.૫૭,૯૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ અને તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબની સુચનાથી એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. અર્જુનસિંહ ગોહિલ તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા નિતીનભાઇ ખટાણા તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિગેરે જોડાયા હતા.


એજાદ શેખ રીપોર્ટર