ગટર સમસ્યાનુ નિરકણ બદલ વડવા વિસ્તારના લોકો ખુશખુશાલ

gatar

વડવા તલાવડી વિસ્તારમાં આવેલ હામાં શેઠના ડેલામાં ગટરલાઈન ચોકઅપનો પ્રશ્ન ઘણા સમયથી હતો અને તેના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી. ગટરના પાણીથી ખૂબ જ દુર્ગંધ તેમજ આ મહામારીનો પણ ભય હતો. તેઓની રજુઆત સાંભળી વડવા.બ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા રહીમભાઈ કુરેશીને રજૂઆત કરતા તેઓએ તુરંત સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક કાર્યવાહી કરાવી. ડ્રેનેજ લાઈનનુ‌ કામ કરાવી પ્રશ્ન હલ કરે જેથી આ વિસ્તારના લોકોએ ખુબ ખુબ આભાર માનેલ હતો.

રીપોર્ટ બાય , એજાદ શેખ