બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ 5 વર્ષનો લાગશે સમય

ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનેક મુદ્દે ધોંચમાં પડ્યો છે, જેને કારણે તેમાં પાંચ વર્ષનો વિલંબ થઈ શકે છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે જાપાનની કંપનીઓની ઓછી ભાગીદારી અને બિડર્સ દ્વારા પ્રસ્તાવિત ઊંચા દરો આનાં કારણોમાં સામેલ છે.અહેવાલ પ્રમાણે રેલવે હવે આ પ્રોજેક્ટને ઑક્ટોબર 2028 સુધીમાં સંપૂર્ણ રીતે અમલમાં મુકાવવાની સ્થિતિમાં જોઈ રહ્યું છે. જેની અગાઉની નિયત સમયમર્યાદા ડિસેમ્બર 2023 હતી.આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી જાપાનીઝ ટીમ સાથે ચર્ચા બાદ આ નવી સુધારેલી ટાઇમલાઇનનું અનુમાન મૂકવામાં આવ્યું છે.508 કિલોમિટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડૉર જાપાન તરફથી 0.1 ટકાના નીચા વ્યાજદર સાથેની 80 ટકા લૉનની મદદથી નિર્મિત કરવાની યોજના છે.જેમાં મોટાભાગની ટેકનૉલૉજી જાપાનની શિંકાનશેનની જેમ જ જાપાનીઝ ટેક્નૉલૉજી પર આધારિત હશે.રેલવે અધિકારીઓ કહી રહ્યા છે કે અગાઉની નિયત ટાઇમલાઇન હજુ પણ અમલમાં છે.

મળતી માહિતીને આધારભૂત રાખીને