ભુજ શહેરમાં ઠેક ઠેકાણે ચાલી રહ્યા છે દેશી દારૂના અડ્ડા


-ભુજમાં જકાત નાકાની બાજુમાં સર્વે મંડપની પાછળ ખુલ્લે આમ દેશી દારૂના ચાલી રહ્યા છે હાટડા!
– માધાપર દિપક પેટ્રોલ પંપની સામે દેશી દારૂના ચાલી રહ્યા છે હાટડા તો કોની મહેરબાની થી ચાલી રહ્યા છે આ હાટડા?
– ભુજમાં આવેલ સરપંચ નાકા પાસે આવેલ એક બગીચો જ્યાં શૌચાલયની પાછળ જોવા મળી દેશી દારૂની પોટલીઓ…!!!!
– ભુજની ન્યુ લોટોસ કોલોનીમાં આજુબાજુમાં મુખ્ય કચેરી રોડ ઉપર જ વેચાઈ રહ્યા છે દેશી દારૂના પોટલાઓ…!!!!
– ભુજની ભગવતી હોટલની સામે લાઠા કાન વેચાઈ રહ્યો છે જેનો સમય સવારના 7 થી 11 અને સાંજે 6 થી 9 વાગ્યા નો છે.
– સરપંચ નાકા મોલુવાળી મસ્જિદની ગલીમાં વેચાઈ રહી છે દેશી દારૂની પોટલીઓ!
જો આ બાબતે તંત્ર ભરે આગળના પગલાં તો ઘણા બધા આવી શકે છે આવા હાટડાઓ બહાર
(રિપોર્ટ બાય: તેજસ પરમાર)