પ્રાણઘાતક હથીયારો લઇને નિકળી પડતા અને પોતાની સાંઢીયાવાડ વિસ્તારમા ઘાક જમાવતા ઇસમને ભાવનગર શહેર તથા જીલ્લાની હદ માથી છ માસ માટે હદપાર કરતી ગંગાજળિયા પોલીસ

9aed688f-fe01-4dc8-acd7-1c6b1f2ee596

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર રેંજના શ્રી અશોકકુમાર યાદવ સાહેબ  તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ માથાભારે ઇસમોને ભાવનગર જીલ્લામાંથી હદપાર કરવા સુચના કરતા ગંગાજળિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી ડી.જી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.સુખદેવસિંહ તથા પો.કોન્સ રવિરાજસિંહ રામદેવસિંહ ગોહિલ દ્વારા ગંગાજળિયા પો.સ્ટે વિસ્તાર માં આવેલ સાંઢીયાવાડ તથા આજુબાજુ ના વિસ્તાર મા અવાર નવાર પ્રાણઘાતક હથીયારો સાથે નિકળી માણસોની જીંદગી જોખમમાં મુકી ઇજા પહોચાડતા ઇસમ શાલીક  યુનુશભાઇ શેખ  ઉવ.૨૬ રહે.કામળફળી ચોક અજય ટોકીઝ પાસે ભાવનગર વાળાના હદપારના કાગળો તૈયાર કરી ભાવનગર એસ.ડી.એમ. સાહેબનાઓ તરફ મોકલતા ભાવનગર શહેર તથા જીલ્લાની હદ માંથી હદપાર કરવાની દરખાસ્ત મંજુર થઇ આવતા ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના સર્વલન્સ સ્ટાફ દ્વારા તેને પકડી પાડી  હદપારીની બજવણી કરી ગાંધીનગર જીલ્લા ખાતે મોકલી આપેલ છે.

આ કામગીરીમાં PI ડી. જી. પટેલ તથા ગંગાજળિયા પોલીસ સ્ટાફનાં તમામ જોડાયેલ હતા

એજાદ સેખ રીપોર્ટર