આડેસરમાં 18 વર્ષથી નાસ્તો-ફરતો લૂંટનો શખ્સ આખરે ઝડપાયો

(ગાંધીધામ) રાપર તાલુકાના આડેસરમાં લૂંટના બનાવમાં 18 વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આડેસર પોલીસ સ્ટેશને વર્ષ 2002માં’ લૂંટ અંગેની ફરિયાદ નોંધી હતી. જેમાં દાહોદના ગલસિંઘ પુનિયા સોહનિયાનું નામ બહાર આવ્યું હતું. આ શખ્સ છેલ્લા 18 વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. દરમ્યાન પૂર્વ કચ્છ એલસીબીએ આ શખ્સને દાહોદથી પકડી પાડી આડેસર પોલીસને સોંપ્યો હતો.