અમરેલીમાં બાઇક તસ્કરી કરનાર ત્રિપુટી પકડાઈ

(અમરેલી) પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ. ડી.એ. તુવરના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ. બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો. કોન્સ. રાઘવેન્દ્રકુમાર ધાધલ તથા પો. કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયાની ટીમ દ્વારા અમરેલી શહેરના સોમનાથ મંદિર પાસેથી ત્રણ ઇસમોને તેના કબ્જામાં રહેલ ચોરીના 0પ-મોટર સાઇકલો સાથે પકડી પાડી ભાવનગર તથા રાજકોટ તથા અમરેલી જીલ્લાઓમાં થયેલ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.પકડાયેલ આરોપીઓમાં (1) સુરેશ ઉર્ફે નાનોબબાભાઇ પરમાર (ર) ગોવિંદ લલ્લુભાઇ પરમાર (3) કાળુભાઇ અમરાભાઇ પરમારને અટક કરેલ છે.