નવાગામ ઘેડ વિસ્તારમાથી શરાબની 8 બોટલ સાથે ઈસમ પકડાયો, રૂ.4000નો મુદ્દામાલ કબ્જે

(જામનગર) જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ખડખડનગર વિસ્તારમાં પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન જાહેરમાં દારૂની 8 બોટલ લઈને નીકળેલા એક શખ્સને આંતરી લઈ પોલીસે રૂ.4000નો મુદ્દામલ કબ્જે  કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરના નવાગામઘેડ ખડખડનગર વિસ્તારમાં પોલીસે ગઇકાલના રોજ ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન મોહિત કાનાભાઈ ચાવડા ઉ.વ.23 નામનો શખ્સ જાહેરમાં ઇંગ્લિશ દારૂની 8 બોટલ લઈને નીકળતા સિટી બી ડિવિઝન પોલીસે તેને આંતરી લઇ રૂ.4000નો મુદ્દામલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ 65(એ),116(બી) મુજબ ગુન્હો નોંધ્યો હતો.