પોરબંદરમાં યુવક પર પૈસાની બાબતે છરીના ઘા ઝીંકાયા

(પોરબંદર) પોરબંદરના ઓડેદર ગામે રહેતા મેર યુવાન પર છરી થી હુમલો થતા ચકચાર શહેરનાં છાયા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. કમર, પેટ અને ગળાના ભાગે છરીના ઘા લાગતા ઇજાગ્રસ્તને પ્રથમ પોરબંદર બાદ રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.
પોરબંદરના છાયા વિસ્તારમાં વેજાભાઈ વિરમભાઈ ઓડેદરા (ઉ.38, રહે. ઓડેદર ગામ તા.જી. પોરબંદર)ઉભો હતો ત્યારે સાંજે સાતેક વાગ્યા આસપાસ મેરામણ લક્ષ્મણ ઓડેદરા ત્યાં આવ્યો હતો. મેરામણ ખેતમજુરી કરે છે તેણે વેજાભાઈ સાથે રૂા. 50,000ની લેતીદેતી બાબતે માથાકૂટ કરી હતી. અને ઉશ્કેરાઈ જઇ પોતાની પાસે રહેલી છરી કાઢી ઉપરા-ઉપરી ત્રણ ઘા વેજાભાઈ પર કર્યા હતા. જેમાં તેઓને પેટ, કમર, અને ગળાના ભાગે છરીથી ઇજા થતા પ્રથમ પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવના પગલે પોલીસે જરુરી કાગળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં અમરેલી જિલ્લાનાં નવા વાઘણીયા ગામે રાત્રિના 7 વાગ્યા આસપાસ રમેશભાઈ છનાભાઈ પરમાર (ઉ.40) ગામની શેરીમાં ઉભા હતા ત્યારે મનુભાઈ નાજાભાઈ ચાવડા, આશિષભાઈ પ્રવિણભાઈ ચાવડા, મેહુલ બાબુભાઈ ચાવડા અને ચાર અજાણ્યા લોકો ત્યાં આવી કુહાડી, ધારીયા, પાઈપ, ધોકા વડે માર મારતા રમેશભાઈને માથામાં, પગમાં અને પીઠના ભાગે ઇજા થતા તુરત રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.
બગસરા પોલીસે બનાવ અંગે કાગળ કાર્યવાહી કરી હતી. અને મારામારીનું કારણ તેમજ ફરિયાદ અંગે તજવીજ કરી હતી.