૨૪ કલાકમાં ૯૬ હજારથી વધુ કેસ આવ્યા સામે, ૧૨૦૯ દર્દીઓએ મોત

દેશમાં કોરોના કહેર થી દર્દીઓની સંખ્યાએ સતત બીજા દિવસે તમામ રેકોર્ડ તોડી રહી છે. કોરોના દર્દીઓની સંખ્યા રેકોર્ડ ૯૬ હજારને ઉપર પહોંચી છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો ૧ લાખને પાર કરી જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯૬,૫૫૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ ના કારણે ૧,૨૦૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૪૫,૬૨,૪૧૫ થઈ ગઈ છે.


વિશેષમાં ભારતમાં કોવિડ-૧૯ ની મહામારી સામે લડીને ૩૫ લાખ ૪૨ હજાર ૬૬૪ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૯,૪૩,૪૮૦ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૬,૨૭૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૫,૪૦,૯૭,૯૭૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુવારે ૨૪ કલાકમાં ૧૧,૬૩,૫૪૨ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.