શેરીયાજના કોઝવેમાં ન્હાવા પડેલા આરેણાના યુવકનું ડૂબી જવાથી મોત નીપજયું

માંગરોળ તાલુકાના શેરીયાજ ગામે આવેલા ગોંદરા કોઝવેમાં નાહવા પડેલા મૂળ આરેણાના એક ૧૯ વર્ષીય યુવાન કાના ભોજા ગળચરનું મૃત્યુ થયું આરેણા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર આરેણાના ૧૯ વર્ષીય યુવાન કાના ભોજા ગળચર ગાાઇકા માંગરોળ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી આ યુવાન શેરીયાજ ખાતે આવેલા ગોંદરા કોઝવે પર નાહવા પડ્યો હતો, ત્યારે અચાનક ડૂબાયો હતો. જો કે, હાજર લોકોની નજરમાં ડૂબતો યુવાન ધ્યાનમાં આવતા ગામ લોકોએ રેસ્ક્યુ કરી, આ યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવા જતા રસ્તામાં જ યુવક કાના ગલચરે અંતિમ પગલું ભર્યું હતું.આ અંગેની પોલીસને જાણ કરાતા, પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.આ કોઝાવે અંગે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે બનાવ વાળી જગ્યા નાહવા લાયક નથી, તેમજ અવારનવાર આવા બનાવો બનતા હોય છે, જેથી ફરી કોઈ ત્યાં નાહવા ના જાય તેવી ઈચ્છા છે.