ગાંધીધામમાં 25 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

ગાંધીધામમાં 25 વર્ષીય યુવાને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના ગણેશનગર નજીક આ બનાવ બન્યો હતો. કંડલા વાવાઝોડા કેમ્પ શેડ નંબર 11માં રહેનાર ભરત મારાજ નામનો યુવાન ગત સવારે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર બાથરૂમમાં જઈ સાડી વડે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. હતભાગીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.