કંપની માં ભાગીદાર બનાવવાના ખોટા વચન આપી પાલિકા સદસ્યે કરી રૂ.૪૭ લાખની ઠગાઇ


ગોંડલ નાં શિક્ષક અરવિંદભાઇ વોરા એ નગરપાલિકા સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા સામે કંપની માં ભાગીદાર બનાવવાનું વચન આપી પોતાની સામે રુ.૪૭૦૦૦૦૦ લાખ ની ઠગાઇ કર્યા ની સીટી પોલીસ માં લેખીત ફરીયાદ કરી છે.
અત્રે નાં કૈલાસબાગ માં રહેતાં અને શિક્ષક તરીકે ફરજ બજાવતાં અરવિંદભાઇ બચુલાલ વોરા એ ગોંડલ સીટી પોલીસ માં લેખીત ફરીયાદ માં જણાવ્યું કે રાજેન્દ્રસિંહ જાડેજા આર.જે.મિલ્ક પ્રાઇવેટ લી.નામે કંપની ધરાવતાં હોય કંપની માં પૈસાની જરૂર હોય મિત્રતા ની રુએ અમારી પાસેથી પૈસા માંગતાં અમે રુ.૪૭૦૦૦૦૦ લાખ આપેલ હતાં.આ સમયે અમોને કંપની માં ભાગીદાર બનાવવાનું વચન આપ્યું હતું.
સમય જતાં રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા અમોને ભાગીદાર નહીં બનાવતાં અમે પૈસા પરત માંગતાં અમોને ગાળો ભાંડી ઉશ્કેરાઈ જઇ ચીમકી આપી હતી.
બીજી બાજુ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા આવું જણાવાયું છે કે છેતરપીંડી ની કોઈ વાત જ નથી.અરવિંદભાઇ ભાગીદાર હોય કંપની માં નુકસાની આવતાં આ રકમ તેમનાં ભાગમાં આવી છે.