સુરેન્દ્રનગરમાં જૈન સમાજના એક યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરેન્દ્રનગર શહેરમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સાઓ વધતાં જોવા મળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેર માં હજુ પંદર દિવસ પહેલા એક યુવાને આઠમાં માળેથી ઝંપલાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવની તપાસ હાલમાં હજુ પોલીસ ચલાવી રહી છે ત્યારે આજે સવારના ફરી એક ફરસાણના વેપારી ના પુત્ર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા વ્યાપારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ ઉપર ડી ડિવિઝન પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે
ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ચર્ચા થતી માહિતી મુજબ છેલ્લા છ માસથી કોરોનાવાયરસ નો રોગચાળો ભારે ફેલાયો છે અને કોરોનાવાયરસ ના કારણે લોકોના ધંધા રોજગાર ઉપર પણ ભારે અસર પહોંચી છે ત્યારે આજની યુવા પેઢી જેને મોજશોખ કરવા માટે નાણાં નો પનો ટૂંકો પડતા અનેક આવા યુવાનો હાલમાં ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે હજુ 15 દિવસ પહેલા જ સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ માતૃછાયા સામે આવેલ દેવ દર્શન ફ્લેટમાંથી આઠમાં માળેથી યુવાનનો આપઘાત કરવાના બનાવો બનવા પામ્યો હતો.
આજે વહેલી સવારના સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ ઉપર રહેતા અને જીનતાન રોડ ઉપર પણ પારસ સ્વીટ માર્ટ નામની દુકાન ચલાવતા 40 વર્ષના યુવાન ધર્મેન્દ્ર હિતેશભાઈ શેઠ નામના યુવાને પોતાના જ ઘરે અગમ્ય કારણો વસાદ ઘરે ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લેવાનો બનાવ બન્યો છે ત્યારે આ યુવાન પોતાની દુકાન જંકશન રોડ ઉપર પણ ચલાવતા હતા હાલમાં ગામમાં ચર્ચા થતી વિગતો અનુસાર આગાઉ તેની એક પત્નીએ પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી
જ્યારે હાલમાં જેના બીજા લગ્ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે હાલમાં તેને એક પુત્ર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં આત્મ હત્યા પાછળના કારણો અંગે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં સુખડીયા સમાજ કંદોઈ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી.