દ્વારકા જિલ્લામાં રમતવીરોને નોકરીની તક : અરજી કરવા માટે કરાઇ અપીલ

દ્વારકા: ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતનાં રમતવીરો, ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાનાં આશયથી સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના 2020-2021 અંતર્ગત તમામ જિલ્લામાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીઓ ખાતે સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઈઝરી સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ એન્ડ એડવાઈઝરી સેન્ટર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં. સી-1/2, અને સી-1/4, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળિયા (જિ.દેવભૂમિ દ્વારકા) ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.ઉપરોકત સેન્ટર ખાતે ફકત દેવભુમિ દ્વારકા જિલ્લાનાં રાજય, રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા 18 થી 30 વર્ષની વયનાં ખેલાડીઓ, રમતવીરો કે જેઓ પાસે નોકરી નથી અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતાં હોય તે રમતવીરોએ આ સેન્ટર ખાતે પોતાના નામ, જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, સરનામું, મોબાઈલ નંબર, ઈ-મેઈલ એડ્રેસ, તેમજ શૈક્ષણિક લાયકાતો, મેળવેલ સિધ્ધિઓની માહિતી તથા અન્ય માહિતી આ સાથે સામેલ ફોર્મ મુજબ આપવાની રહેશે.

આ સેન્ટર દ્વારા ખેલાડીઓ, રમતવીરોને નોકરી મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આપશે, જે તેઓને મદદરૂપ થશે. જેથી જિલ્લાનાં વધુમાં વધુ ખેલાડીઓ, રમતવીરો આ યોજનાનો લાભ મેળવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.