સૂત્રાપાડાની સરસ્વતિ નદીમાં ગુમ થયેલ યુવકની લાશ મળતા ચકચાર

 (વેરાવળ) વેરાવળના સુત્રાપાડા ફાટક નજીક થી પસાર થતી સરસ્વતી નદીમાં બુધવારે કોડીનારના ચીખલી ગામનો યુવાન હાથ પગ ધોવા ગયેલ હતો. તે સમયે નદીના પ્રવાહમાં યુવાન ગરકાવ થઇ ગયેલ જેનો મૃતદેહ આજે સવારે મળી આવેલ હતો.આ અંગે મળતી માહિતી મુજબ કોડીનાર તાલુકાના ચીખલી ગામના ત્રણ યુવાનો રામભાઇ ભીખાભાઇ સોલંકી, માનસીંગ ગોવિંદ સોલંકી અને હમીરભાઇ ભગવાન ચુડાસમા ત્રણ યુવાનો મેજીક ફોર વ્હીલર વાહન લઈને કોડીનારથી વેરાવળ બંદર આવી રહેલ હતા. આ સમયે રસ્તાળમાં સુત્રાપાડા ફાટક પાસેથી પસાર થતી સરસ્વતી નદીના પટમાં ત્રણેય મિત્રો ગાડી રોકી હાથ પગ ધોવા ઉતર્યા હતા. આ સમયે હમીરભાઇનો પગ લપસતા તેઓ નદીના પ્રવાહમાં તણાઇ જઇ ગરકાવ થઇ લાપતા બનેલ હતા.

આ બનાવની જાણ તંત્રને કરવામાં આવતા હમીરભાઇ શોઘખોળ માટે રાત્રીના એન.ડી.આર.એફ. ની ટીમએ શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાઘન આજે વહેલી સવારે નવ વાગ્યે અરસામાં હમીરભાઇનો મૃતદેહ નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.