મોરબીમાં પિતાને ચીમકી આપનારા પુત્રની અટક કરતી પોલીસ

(મોરબી) મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાહ સામે રહેતા વૃદ્ધ પાસે તેના દીકરાએ જમીનમાં ભાગ માંગી ચીમકી આપી હતી. જે ગુનામાં પોલીસે આરોપીની અટક કરેલ છે. મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ સામેના ભાગમાં રહેતા આયદાનભાઈ ગાંડુભાઇ મઠીયા બોરીચા (ઉંમર 60) તેઓના દિકરા રવજીભાઈ આયદાનભાઇ મઠીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી
આ અંગે ભોગ બનેલા આયદાનભાઇએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેઓના દિકરા રવજીભાઇએ તેની પાસે જમીનમાં ભાગ માંગ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી હાલમાં એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને આરોપી રવજીભાઈ આયદાનભાઇ મઠીયાની અટક કરેલ છે.