ગોંડલના દેવચડી ગામે રહેતી મહિલા દાઝી જતાં મોત

(રાજકોટ) ગોંડલના દેવચડી ગામે રહેતી પરિણીતા રસોઇ બનાવતા સમયે દાઝી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ અર્થે  ખસેડાયા હતા. જ્યાં સારવારમાં જ મહિલાએ અંતિમ શ્વાસ લીધો હતો.
ગત તા. રર/8ના રોજ ગોંડલ તાલુકાના દેવચડી ગામે રહેતા જ્યોતિબેન જીતેન્દ્રભાઇ ભોણીયા (ઉ.વ.40) બપોરે 1ર વાગ્યા આસપાસ પોતાના ઘરની અગાસી પર પ્રાયમસ ઉપર રસોઇ બનાવી રહ્યા હતા. ત્યારે પ્રાયમસની જાળ અચાનક કપડામાં અડી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા.

ગઇકાલે સાંજે સાત વાગ્યા અરસામાં મહિલાએ  સારવાર અર્થે અંતિમ શ્વાસ લીધો હતો. જ્યોતિબેનના લગ્નને પાંચ વર્ષ થયા હતા. સંતાનમાં એક પુત્ર છે. પુત્ર મા વિહોણો થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

રાજકોટમાં પુનિતનગર શેરીમાં જ રહેતા અને રીક્ષા ચલાવતા કિરણભાઇ મહેશભાઇ પેશાવરીયા (ઉ.વ.4ર) ગઇકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે ગંભીર બીમારી સબબ બેભાન થઇ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર રહેતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તાલુકા પોલીસને જાણ થતા હોસ્પિટલે આવી જરૂરી કાગળ તજવીજ હાથ ધરી હતી.