બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર, દરરોજ વહેલી સવારે ગૌમુત્ર પીવે છે

બોલીવુડના અભિનેતા અક્ષયકુમારે મોટો ખુલાસો કર્યો છે.તેમણે જણાવ્યુ હતું કે, તે દરરોજ ગૌમુત્ર પીવે છે. આના પાછળ આયુર્વેદીક કારણો હોવાનું તેમણે જણાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટમાં તેમણે આ માહિતી આપી હતી. ‘બેલબોટમ’ ફિલ્મની કો-સ્ટાર હુમા કુરેશી સાથે અક્ષયકુમાર ઇન્સ્ટાગ્રામ લાઈવ ચેટ પર જોડાયો હતો. તેમની સાથે ઇન ટુ ધ વાઈલ્ડના હોસ્ટ બિયર ગ્રિલ્સ પણ લાઈવ થયા હતા. આ દરમિયાન હુમા કુરેશીએ સવાલ કર્યો હતો કે ઇન ટુ ધ વાઈલ્ડ શોમાં અક્ષયકુમાર હાથીની લાદમાંથીબનેલી ચા પીવા કઇ રીતે તૈયાર થયા ? આ સવાલના જવાબમાં અક્ષયે કહ્યું કે આયુર્વેદિક કારણોસર તે દરરોજ ગૌ મુત્ર પીવે છે તેથી તેમના માટે હાથીની લાદમાંથી બનેલી ચા પીવી સરળ હતી. ગ્રિલ્સે કહ્યું કે, હાથીના લાદમાંથી બનેલી ચાને પૂર્ણ રીતે ઉકાળવામાં આવે તો તે પીવાલાયક બની જાય છે.