જસદણનાં ઉદ્યોગપતિને ફોનમાં ચીમકી આપતો વડોદરાનો શખ્સ જબ્બે

મળતી માહિતી મુજબ: (જસદણ) જસદણના લીલાપુર રસ્તા ઉપર રામ વિજય કોટન મીલના ડિરેકટર અશ્વીનભાઈ જેન્તીભાઈ વીરજાને ધોળકામાં વેપાર અને વડોદરામાં રહેઠાણ ધરાવતા એક વેપારીએ ગત એપ્રિલ માસમાં ફોનમાં પતાવી દેવાની ચીમકી આપી હતી આથી ઉદ્યોગપતિ અશ્વિનભાઈ એ ગત જૂન માસમાં જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.અશ્વીનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે રામ વિજય કોટન મિલ્સના ડિરેકટર છે.
ધોળકા ગામે કુણાલ સેલ્સ એજન્સીમાં 220 ગુણી ટ્રક ખોળ વેચાણ માટે મોકલ્યો હતો આ ટ્રક ધોળકા પહોચતા વેપારીનો ફોન આવેલ કે ખોળમાં લાઈટ નથી આથી ખોળની ગાડી પરત મોકલી આપી એવું જણાવતાં દેવેન્દ્રભાઈ શાહએ મને અને માર પરિવાર સુધીના લોકોને બેફામ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદ કરતાં જસદણ પોલીસે અશ્વીનભાઈની ફરિયાદ પરથી ધોેળકા ગામે વેપાર અને વડોદરા ગામે રહેઠાણ ધરાવતાં દેવેન્દ્ર શાહ સામે ગુનો નોંધેલ હતો હાલ આ વેપારી ચીટર ચાર માસ બાદ જસદણ પોલીસના સકંજામાં છે
ત્યારે દેવેન્દ્ર નામના મહાઠગએ ગુજરાતમાં કેટલાં ઉદ્યોગપતિઓને, વેપારીઓની ચિટિંગ કર્યું છે કેટલાને વિશ્વાસમાં લઈ શીશામાં ઉતારી બુચ માર્યા છે તે અંગે દેવેન્દ્રનો કોરોના ટેસ્ટ કરી પોલીસ રિમાન્ડ માંગશે તેમ જાણવા મળેલ છે.