રાજડા ગામનો યુવક ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર

માંડવી તાલુકાના રાજડા ગામે રહેતા યુવકે પોતાની વાડીમાં ગુરૂવારે રાત્રીના કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી. મળતી માહિતી અનુસાર રાજડા ગામે રહેતા જીતેન્દ્રસિંહ લાલુભા જાડેજા (ઉ.વ.38)એ રાત્રી દરમિયાન પોતાની વાડીમાં તલમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. શુક્રવારે સવારે હતભાગીની લાશ મળી આવતાં બનાવને કારણે ગઢશીશા પોલીસે તાત્કાલિક સ્થળ પર જઇને મૃતકના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી આપઘાત પાછળના કારણો જણાવા કાર્યવાહી શરૂ કરી છે.