ભારતમાં કોરોનાનો કહેર: સતત બીજા દિવસે 1200થી વધુ થયા મોત

નવી દિલ્હી, ભારતમાં કોરોના વિરામ લેતો નથી અને વિપરીતપણે વકરતો જાય છે. ભારતમાં છેલ્લા ચોવિસ કલાકમાં નવા કેસનો રેકોર્ડ બન્યો હતો. જ્યારે સતત બીજા દિવસે 1200થી વધુ મોત થયા હોવાનું સામે આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવિસ કલાકમાં 97570 નવા કેસ તથા 1207 મોત નોંધાયા હતા. કુલ કેસ 46.59 લાખ અને કુલ મોત 77,472 થયા હતા. 36.20 લાખ દર્દી સાજા થવા સાથે રિકવરી રેટ 77.8 ટકા થયો છે. 9.58 લાખ એક્ટીવ કેસો રહ્યા છે.

ભારતમાં સૌથી વધુ 10.15 લાખ કેસ મહારાષ્ટ્રમાં છે. દસ લાખથી વધુ કેસ ધરાવતુ મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે. આંધ્રપ્રદેશમાં 5.47 લાખ, તામીલનાડુમાં 4.41 લાખ, કર્ણાટકમાં 4.40 લાખ તથા ઉતરપ્રદેશમાં 2.90 લાખથી વધુ કેસ થયા છે.