પેટલાદના ભાટિયેલ ગામનાં સરપંચની વાડી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો

મળતી માહિતી મુજબ: પેટલાદનાં ભાટિયેલ ગામેથી એક વિચીત્ર હત્યાની ઘટના બહાર આવી છે. ભાટિયેલ ગામે યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવકનો મૃતદેહ ગામનાં ભાટિયેલ ગામનાં સરપંચનાં ફાર્મહાઉસમાંથી મળ્યો હોવાથી અનેક પ્રકારનાં તર્ક – વિતર્કને જન્મ આપ્યો છે. પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. યુવકનો મૃતદેહ મળ્યાની જાણ પોલીસને કરવામાં આવતા મૃતદેહને પોલીસ દ્વારા હાલ પીએમ માટે સરકારી દવાખાને ખસેડયો છે. સાથે સાથે પેટલાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યા કે મૃતદેહ મામલે આગળની તપાસ હાથ ધરી છે.