ગુજરાતના 18 મોટા ગરબાના આયોજકોએ આ વર્ષે ગરબા રમવાનું ઇનકાર કર્યો

આખીદુનિયામાં પારંપરિક નૃત્ય તરીકે જાણીતા ગુજરાતના ગરબા આ વર્ષે ગુજરાતમાં નહીં રમાય રાજ્યના જુદા જુદા શહેરના મોટા આયોજકો આ વખતે ગરબા રમાડવાનું ઈચ્છતા નથી. પાર્ટી ગરબા કે પ્રાચીન ગરબીઓ એક ગરબાલક્ષી જાહેર આયોજન જોવા નહીં મળે. વડોદરાના યુનાઈટેડ વે ગરબના આયોજકે કહ્યું હતું કે, અમારા માટે લોકોની સુરક્ષાએ પ્રાથમિકતા છે.

રાજ્યના 20 ગરબા સંચાલકોને નોરતાના આયોજન અંગે પ્રશ્ન કરવામાં આવ્યા હતા. સવાલ એ હતો કે, આ વર્ષે ગરબાનું મોટાપાયે આયોજન કરશે કે નહીં? 18 આયોજકોએ ભાર દઈને ચોખવટી કરી કે, કોઈ સંજોગોમાં ગરબા રમાડવામાં નહીં આવે. જ્યારે બે સંચાલકોએ કહ્યું કે, વિચારીશું. ગાઈડલાઈન્સ માટે રાહ જોઈએ છીએ. જ્યારે રાજપથ કલબ અમદાવાદના ચેરમેન મનિષ શાહ કહે છે કે,ગાઈડલાઈન્સ અનુસાર 100થી 300 લોકોનું ગેધરિંગ થઈ શકે છે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના મંયક પટેલ કહે છે કે, આવો જાહેર કાર્યક્રમ અત્યારે કરવો એ આત્મહત્યા કરવા બરોબર છે. જ્યારે સરસાણા કન્વિનીયન્સ વાળા હિરેન કાકડિયા કહે છે કે, ગાઈડલાઈન્સ ફોલો કરાવવી શક્ય નથી. કારણ કે, આ એક ક્રાઉડ ફેસ્ટિવલ છે.

નીલ સિટી ક્લબ ગરબા મહોત્સવના ઈન્દ્રનીલે પણ કહ્યું છે કે, સરકાર મંજૂરી આપે તો પણ અમે રાજકોટમાં કોઈ સ્થળે ગરબાનું આયોજન કરવા માટે તૈયાર નથી. થોડી અસર તો થશે જ પણ લોકોની સુરક્ષા મહત્ત્વની છે. કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાને લઈને ભીડ થતા એક મોટું જોખમ ઊભું થાય છે. અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખ ડૉ.મોના દેસાઈએ સરકારને નવરાત્રી પર પ્રતિબંધ મૂકવા માટે અપીલ કરી છે. પ્રતિબંધ મૂકાશે તો લોકો એકઠા નહીં થાય અને લોકો એકઠા નહીં થાય તો સંક્રમણ નહીં થાય.