વિસાવદરના રાવણી કુબા ગામની સીમમાં દીપડી કુવામાં પડી જતાં મોતને ઘાટ ઉતરી

જુનાગઢ: વિસાવદરનાં રાવણી ગામે કુવામાં દિપડી પડી જતાં મોતને ઘાટ ઉતરી હતી. વિસાવદરના રાવણી કુબા ગામે સીમના કુવામાં દીપડીનો કોહવાયેલ મૃતદેહ વનવિભાગે બહાર કાઢયો હતો અને પીએમ માટે મોકલ્યો હતો. રાવણી કુબા ગામના ખેડુત ભીખુભાઇ રામભાઇ વેકરીયાના કુવામાં દુર્ગંધ આવતા તેની જમીન વાવતા જમનભાઇ કાપડીયાએ કુવામાં નજર નાખતા દીપડીનો મૃતદેહ જોવા મળ્યો હતો. જેની જાણ વનવિભાગને કરાતા વનવિભાગે દીપડીને બહાર કાઢી પી.એમ. માટે મોકલી આપ્યો હતો.