ભાવનગરમાં પાન-મસાલાના 40 દુકાન ધારકો સામે કાર્યવાહી : 12,100નો દંડ કરાયો

ભાવનગર: સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ
તમાકુ વિરોધી નિયંત્રણ સ્કોર્ડ દ્વારા તા.10-09-2020 ના રોજ સવારે 10:30 કલાકથી ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી 40 જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.12,100/-નો દંડ વસુલ કરવામાં આવેલ.
આ કામગીરીમા એપિડેમિક મેડીકલ ઓફિસર ડો.પી.એ.પઠાણ, પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.રાઠોડ, એલ.આર.ઓ. ગિરીરાજસિંહ બી. રાણા, ભવદીપસિંહ પી. સરવૈયા, ડીએફઓ કૃણાલ પટેલ, ફુડ એન્ડ સેફટી ઓફિસર દેવાંગભાઇ જોષી, બીએમસી-રામભાઇ અલગોતર, એનટીસીપી આઇ/સી ટોબેકો કાઉન્સેલર ડી.આર.ત્રિવેદીની સહભાગીદારીથીઓએ જહેમત ઉઠાવેલ.