રવિવારે નાગરાજ ગૃપ દ્વારા મહારકતદાન કેમ્પ યોજવામાં આવશે

રાજકોટ: નાગરાજ ગૃપ દ્વારા રવિવારે 10 વૈશાલીનગર, મહીલા કોલેજની બાજુની શેરી, રાજકોટ ખાતે સવારે 9થી2 સુધી મહારકતદાન કેમ્પનું આયોજન રાખેલ છે.
અતિથિ વિશેષ તરીકે સર્વ લાયન ત્રિલોચના કૌર નંદા, લાયન સોફીયાબેન ઠેબા, લિયો વિવેક તન્ના, લાયન રમાબેન હેરભા, લાયન ભાવનાબેન મહેતા, લાયન અનંતકુમાર સિન્હા, લાયન રાજેશ પ્રસાદ, લાયન મહેશભાઈ નગડીયા, લાયન અનવરભાઈ ઠેબા, લલીતભાઈ વડેરીયા (કાળુમામા), મિતલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘારી, ભરતભાઈ કોરોટ (વંદે વસુંધરા ગ્રુપ), સુરેશ પરમાર (પ્રેસીડેન્ટ સર્જન ફાઉન્ડેશન)ના વરદ હસ્તે કરવામાં આવશે. આ મહા રકતદાન કેમ્પમાં રકતદાતાઓને સર્ટીફીકેટ, પક્ષીઓને પીવાના પાણીનું કુંડુ, ચકલીઘર તેમજ તુલસીનાં રોપ આપી તમામનું સન્માન કરવામાં આવશે.