ડ્રગ્સ બાબતે રિયાએ NCBને આપ્યા બોલિવૂડની બે લોકપ્રિય અભિનેત્રીઓના નામ, જાણો કોણ હશે…..

બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અભિનેતાની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. તેવામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળ્યાનુસાર રિયા ચક્રવર્તીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પૂછપરછ દરમિયાન બોલિવૂડની અનેક અભિનેત્રીઓના નામનો ખુલાસો કર્યો છે.

ચર્ચા છે કે રિયાએ જેમના નામ જાહેર થયાં છે તેમાં બે મોટી અભિનેત્રીઓ સહિત એક ફેશન ડિઝાઇનરનું નામ પણ શામેલ છે. તેમાંથી એક જાણીતા અભિનેતાનો મિત્ર હોવાનું કહેવાય છે. રિયાએ જે નામ લીધા છે તેમાંથી એક સારા અલી ખાન બીજી રકુલ પ્રીતસિંહ છે.  

જાણવા મળે છે કે રિયાએ એનસીબી તપાસમાં રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનના નામ લીધા છે. રિયા ચક્રવર્તીના ખુલાસા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પૂછપરછ દરમિયાન રિયાએ કબૂલાત કરી છે કે તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે આ બંને અભિનેત્રીઓ અને ડિઝાઈનર સાથે ડ્રગ્સ લીધું હતું.  

રિયાએ એજન્સીને જણાવ્યું છે કે બોલિવૂડની 80 ટકા હસ્તીઓ ડ્રગનું સેવન કરે છે. એનસીબી દ્વારા ડ્રગ એંગલ તપાસમાં 25 બોલીવુડ હસ્તીઓને પુછપરછ માટે બોલાવવામાં આવે તેવી પણ સંભાવના છે.