સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનનો કહેર : વધુ 476 પોઝીટીવ કેસ નોંધાયા

રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં અનલોક-4ના 12માં દિવસે 24 કલાક દરમિયાન વધુ 476 પોઝીટીવ કેસ નોંધાયા છે તો રાજકોટમાં 20થી વધુ અને જામનગર 7, પોરબંદર, ટંકારા અને માણાવદર 1-1 દર્દીના મોત થતા મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ 150, જામનગર 116, ભાનવગર 45, જુનાગઢ 35, મોરબી 29, અમરેલી 26, સુરેન્દ્રનગર 22, ગીર સોમનાથ 13, બોટાદ 8, દ્વારકા 5, પોરબંદર 2 અને કચ્છમાં વધુ 25 પોઝીટીવ કેસ નોંધાયા હતા.